Thursday 22 August 2013

* મારા વિશે *


* નામ *
*

જાદવ કનૈયા ,લાલજી ભાઈ,કેસા ભાઈ ,માવજી ભાઈ આગળ યાદ નથી જે ની  નોંધ લેસો.

* જન્મ *
*
23-3-1989 ના રોજ ગુજરાત રાજ્ય ના અમદાવાદ જિલા ના ધંધુકા તાલુકા ના પ્લોટ વિસ્તાર માં થયો હતો.મરણ તારીખ હજી નકી નથી જન્મ તારીખ માંડ માંડ મળી.

* અભ્યાસ *
*
ઉપર દેખાતા ફોટો માં ઈ  હું જ  છું ,કોઈ ભૂત બુત કે ચંબલ ડાકુ નથી કોઈ બીતા નહિ ,ઈંગ્લીશ માં બહુ  ટપા પડતા નથી એટલે ગુજરાતી માં લખવું પડે છે, આમ તો અભ્યાસ કરવો ગમતો નહિ એટલે પ્રાથમિક   શિક્ષણ તો અહી ધંધુકા તાલુકા ના છારોડીયા ગામ ની પ્રાથમિક શાળા માં જ લીધું, એમાય બે  જણા  ટીગા ટોળી કરી ને મુકવા આવે ત્યારે તો નિહાળે પહોચતો, અને એમાય ક્યારેક ક્યારેક તો વંડીયુ ઠેકી ને પાસા ઘરે તો નોતા જતા પણ ક્રિકેટ નો શોખ હોવાથી બેટ દડે રમતા,તળાવ માં નાવા પહોચી જતા ,વળી ક્યારેક ક્યારેક તો દોસ્તારો ની સાથે કોઈક ની વાડિયું માં કાકડી, ચણા , મગ, કોઠા, ની ચોરી કરવાય પહોચી જતા હો ,ક્યારેક સફળ થતા તો ક્યારેક કોઈ નો માર પણ ખાતા.,હરામ જો સરખી રીતે નિશાળ માં ભણ્યા હોય તો સળિયું કરવા માં થી જ ઉચા નતા આવતા, કોઈદી પરિણામ માં 50 ની બોર્ડર પાર થઈ જ નથી.મને તો એમ જ કે જો ફેલ થયા તો નક્કી બાપા હીરા ઘસવા અથવા તો વાડી ના કામ માં લગાડી દેશે.પણ એવી પરિસ્થિતિ સિક્ષકો ની દયા થી આવી નહિ.

ત્યાર બાદ હાઇસ્કુલ માં આવ્યા એટલે થોડીક ભણવા માં લગન લાગી અને હું 10 ધોરણ સુધી  ભણ્યો..ઘર ની થોડી ખરાબ પરિસ્થિતિ ને કરણે  ભણવા નું છોડી ને મોટા ભાઈ હીરા ઘસવા નું કામ કરતા તા એમ ની  નીચે  આ ભાઈ હીરા ઘસવા બેઠા પણ કામ કરવું કોને ગમે ઠાગા થોયા કરતા કરતા હીરા ઘસતા શીખ્યા પછી હીરા ના કામ માં ધંધુકા અને પછી બોટાદ 1-2 વર્ષ હીરા નું કામ કર્યું લાગ્યું કે સુરત માં હીરા નું કામ સારું છે તો વળી પાછો દોસ્તારો નો સંપર્ક કરી સુરત આયો ને થોડો ટાઈમ કામ કર્યું તો એની માને સાલ  2008 ની મંદી  આવી હો, અને હીરા ના કામ માં કટિંગ માં દબાણ આયુ ને  અડધો ટંક કારખાના  ચાલુ રે આપડે તો કંટાળા પણ હિમત રાખી કામ ચાલુ રાખ્યું લાગ્યું કે બીજુ કામ સીખું ને વળી પાછો એમ્રોદ્રી મસીન ના કામમાં માં ગયો જામ્યું નહિ પાછો આયો   હીરા માં. રખડતા રખડતા ક્યાંક મોબઈલ રીપેરીંગ નું પાટિયું જોઈ ગયો ને પાછો તેનો ચસ્કો લાગ્યો હીરા ઘસતા ઘસતા મોબઈલ રીપેરીંગ શીખ્યો ઘણા સંઘર્સો  પછી મહા મહેનતે સુરત માં અત્યારે  વરાછા વિસ્તાર માં ઘનશ્યામ નગર શેરી નંબર 14 માં મોબઈલ ની નાની   એવી દુકાન છે......................



*જય સિદ્ધનાથ* 
*





No comments:

Post a Comment